અમદાવાદમાં વરસાદ બાદ ભારે હાલાકી સ્થાનિકો ભોગવી રહ્યાં છે, CTM ભાઈપુરા વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે અને ઘરવખરીને ભારે નુકસાન થયું છે, લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને જાતે ઘરમાંથી પાણી કાઢવાનો વારો આવ્યો છે, પૂર્વ વિસ્તારની અનેક સોસાયટીના મકાનોમાં પાણીમાં ઘૂસ્યા હોવાની વાત સામે આવી છે.
ભાઈપુરા વિસ્તારમાં અનેક ઠેકાણે પાણી ભરાયા
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અનેક ઠેકાણે પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે. શ્યામલ રો હાઉસ, રાજેશ પાર્ક સોસાયટી, જલદીપ, કુલદીપ સોસાયટીમાં પાણી ભરાયા છે, સ્થાનિકોના મકાનોમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે, પાણીનો નિકાલ ન થતા લોકોને હાલાકી પડી રહી છે સાથે સાથે સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશનના અધિકારીઓ, કોર્પોરેટર ,ધારાસભ્ય પણ જોવા માટે અહીંયા આવ્યા નથી અને અમારી હાલાત ખરાબ થઈ રહી છે.
વરસાદે વિરામ લીધો પરંતુ હાલાકી એ નહીં
અમદાવાદની અનેક સોસાયટીઓ હજુ પાણીમાં ગરકાવ છે, CTMની અશ્વિન પાર્ક સોસાયટીમાં પાણી ભરાયા છે અને અશ્વિન સોસાયટીનો આખો માર્ગ થયો જળમગ્ન અને સિનિયર સિટીઝન, મહિલાઓ અને બાળકો ફસાયા છે, ઘરોની બહાર પણ ન નીકળી શકાય તેવી સ્થિતિનું સર્જન થયું છે, રહીશો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુથી વંચિત બન્યા છે.
અમદાવાદના પડેલા વરસાદ બાદ હાલાકીના દ્રશ્યો સામે આવ્યા
વરસાદના કારણે સીટીએમ વિસ્તારની સ્કૂલોમાં ભરાયા વરસાદી પાણી અને વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત બન્યા છે, ઉદગમ વિદ્યાલય, અર્ચના વિદ્યાલયમાં પાણી ભરાયા છે, ધ મધર ઇંગ્લિશ સ્કૂલમાં પણ ભરાયા વરસાદી પાણી, AMCની ડ્રેનેજની નબળી કામગીરીથી લોકો પરેશાન થયા છે.
અમદાવાદમાં ખાડામાં પડી જતા એક વ્યક્તિનું મોત
ઓઢવમાં પાણી ભરેલા ખાડામાં એક વ્યકિત પડયો હતો અને ગઇકાલે ભારે વરસાદથી ખાડામાં પાણી ભરાયું હતું, બાઇક લઇને જતી વખતે વ્યક્તિ ખાડામાં પડ્યો હતો અને ફાયરની ટીમે યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો છે.









