રાજ્યના હવામાન વિભાગનું અનુમાન છે કે, રાજ્યમાં મેઘરાજાની જમાવટ યથાવત રહેશે અને રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે, લો પ્રેશર સિસ્ટમ સક્રિય રહેતા કચ્છ, દ્વારકા, નવસારી, વલસાડ, ડાંગ,પોરબંદર, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવમાં આવી છે. કચ્છ, દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ,બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરતમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ,ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી આગાહી કરવામાં આવી છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.









