રાજ્યમાં આજે સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં અપર એર સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી ચે, અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતમાં અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો માછીમારોને પાંચ દિવસ સુધી દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
2 અને 3 જુલાઇએ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં 2 અને 3 જુલાઈએ ભારે વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, આજે અમદાવાદમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે, આવતીકાલથી 7 દિવસ સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ વરસાદને લઈ આપવામાં આવ્યું છે, રાજસ્થાન અને ઉત્તર ગુજરાત અપર એર સરક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યું છે, અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.
આજે ગુજરાતના આ 21 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
આજે રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, કચ્છ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.









