આજે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, કચ્છ, બનાસકાંઠામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, મહેસાણા, અરવલ્લીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, એક સાથે 4 વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


[[$googlead]]

સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, રાજકોટ, મોરબી ,સુરેન્દ્રનગર, પાટણ ગાંધીનગર અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, બોટાદમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તો અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યમાં હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય

ગુજરાતમાં હાલમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, લો પ્રેશર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઈન પસાર થતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, પોર્ટ ઉપર LC 3નું સિગ્નલ જાહેર કરાયું છે. ગુજરાતમાં બે દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે, રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં રેડ અલર્ટ જાહેર કરાયું છે.

[[$alsoread]]

નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને અગાઉથી જ એલર્ટ કરવા જણાવ્યું હતું

હવામાન વિભાગની આગાહીને આધારે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવા મુખ્ય સચિવે સૂચના આપી હતી. મુખ્ય સચિવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા ડેમના જળસ્તર અને તેમાં વરસાદી પાણીની આવક અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ત્યારબાદ જરૂર જણાયે ડેમમાંથી પાણી છોડવા અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને અગાઉથી જ એલર્ટ કરવા જણાવ્યું હતું.

કલેકટરોને પણ વરસાદને લઈ સૂચના આપવામાં આવી

મુખ્ય સચિવે પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના તમામ અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા પણ સૂચના આપી હતી. સાથે જ, રાજ્યના વિવિધ સ્થળો ખાતે ડીપ્લોય કરાયેલી NDRF અને SDRF ટીમોની માહિતી મેળવીને રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં જરૂર જણાયે વધુ ટીમ ડીપ્લોય કરવા તેમણે સૂચના આપી હતી. વધુમાં, આવતીકાલે યોજાનાર GPSCની પરીક્ષાને ધ્યાને રાખીને પરીક્ષા કેન્દ્રો ખાતે પણ તકેદારી રાખવા જિલ્લા કલેકટરોને સૂચન કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 98 ટકા નોંધાયો છે

સંભવિત વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઇપણ કટોકટીને પહોંચી વળવા રાજ્યના વિવિધ જિલ્લામાં ૧૨ NDRF અને ૨૦ SDRFની ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે, એક NDRFની ટીમને વડોદરા ખાતે રીઝર્વ રાખવામાં આવી છે. આ બેઠકમાં રાહત નિયામક સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


  • Follow us on: