હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી સામે આવી છે જેમાં તેમનું કહેવું છે કે, રાજયમાં વરસાદનું જોર વધશે, આગામી 3 થી 6 જુલાઈ સુધીમાં રાજયમાં વરસાદ ભૂક્કા બોલાશે, 6 જુલાઈ આસપાસ ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે જેના કારણે વરસાદ પડવાની શકયતાઓ સેવાઈ રહી છે.


[[$googlead]]

10 જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવુ છે કે, 10 જુલાઈ સુધી અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે અને ડાંગ, વલસાડ, સુરત, નવસારી, વડોદરા, ખંભાત, બોડેલી, મહીસાગર, પંચમહાલ, તાપી, નર્મદા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાલનપુર, કાંકરેજ, થરાદ, સાણંદ, ધોળકા, લિંબડી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

[[$alsoread]]

બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવુ છે કે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરના વર્તમાન ભેજવાળા પ્રવાહોના કારણે ૩ થી ૬ જુલાઈ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે, 6 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે જે 10 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે. 

30 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી : અંબાલાલ પટેલ

અમદાવાદ અને ગાંધીનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી ભારે વરસાદની આગાહી કરાઈ છે, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, 30 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે સાથે સાથે રાજ્યના કેટલાક ભાગોમા વીજળી પડવાની સંભાવના છે.

 

  • Follow us on: