હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈ મોટી આગાહી સામે આવી છે જેમાં તેમનું કહેવું છે કે, આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, મહેસાણા, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


[[$googlead]]

આ જિલ્લાઓમાં વરસાદની ભારે આગાહી : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવુ છે કે, પાટણ, સમી, હારીજ, પંચમહાલ, વડોદરા, આણંદ, મહીસાગર, અમદાવાદ-ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડશે અને 12 જુલાઇ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદ પડશે, અનેક વિસ્તારો જળમગ્ન થશે તેવો વરસાદ પડશે અને જાન-માલને નુકસાન થવાની સંભાવના રહેશે.

[[$alsoread]]

કેટલાક ભાગમાં 8-10 ઈંચ જેટલો વરસાદ પડશે : અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલનું કહેવું છે કે, કેટલાક ભાગમાં 8-10 ઈંચ જેટલો વરસાદ પડશે અને નાના તળાવોના પાળા તૂટી જાય તેવી સંભાવના રહેલી છે, 18 જુલાઈથી વરસાદનું જોર ઘટશે અને ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે. દ. ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે.

બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવુ છે કે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરના વર્તમાન ભેજવાળા પ્રવાહોના કારણે ૩ થી ૬ જુલાઈ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે, 6 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે જે 10 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે. 

  • Follow us on: