અમરેલીના જાફરાબાદમાં બે બોટ દરિયામાં ડૂબી હોવાની વાત સામે આવી છે, દરિયામાં ભારે કરંટ જોવા મળતા બોટ ડૂબી હોવાની વાત સામે આવી છે, દરિયામાં બોટ ડૂબતા 8 જેટલા ખલાસી લાપતા થયા છે અને લાપતા ખલાસીઓની શોધખોળ યથાવત છે, નેવીના હેલિકોપ્ટર મારફતે દરિયામાં શોધખોળ શરૂ કરવામાં આવી છે, 10 ખલાસીઓને રેસ્ક્યું કરી બચાવી લેવાયા હતા. જય શ્રી તાત્કાલિક બોટ, મુરલીધર બોટ દરિયામાં ડૂબી હતી.


[[$googlead]]

અમરેલી કલેકટરે અને ધારાસભ્યએ ખલાસીઓના પરિવાર સાથે પણ મુલાકાત કરી

અમરેલી- જાફરાબાદ બંદર પર કલેકટર વિકલ્પ ભારદ્વાજ ધારાસભ્ય હીરા સોલંકી પહોંચ્યા છે, રાજુલા અને જાફરાબાદ દરિયાઈ વિસ્તારમાં ભારે વરસાદ પડતા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે, અને લાપતા ખલાસીઓ અંગે સમીક્ષા કરી છે, ગઈ કાલે જાફરાબાદની 2 બોટ અને એક રાજપરાની બોટ એમ કુલ મળીને 3 બોટ દરિયામાં ડૂબી હતી, રાજુલા અને જાફરાબાદ પંથકમાં ભારે વરસાદને લઈ તંત્રને એલર્ટ સાવચેતીના પગલાં લેવા સૂચના આપી છે.

[[$alsoread]]

અમરેલીમાં દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ

રાજુલા,જાફરાબાદ,પીપાવાવ પોર્ટમાં વરસાદ વરસી રહ્યો છે, વરસાદથી ધાતરવડી ડેમમાં પાણીની આવક નોંધાઈ છે, ધાતરવડી 2 ડેમના 10 દરવાજા ખોલાયા છે અને ધાતરવડી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, પાણી છોડાતા નીચાણવાળા ગામો એલર્ટ પર છે અને ખાખબાઈ, છતડિયા, હિંડોરણા ગામ એલર્ટ પર છે, સાથે સાથે રામપરા,લોઠપૂર સહિતના ગામને એલર્ટ કરાયા છે.

અમરેલીના વડિયામાં ધોધમાર વરસાદ

અમરેલીના વડિયામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, સુરવો ડેમમાં પાણીની આવક થતા ઓવરફ્લો થયો છે, સુરવો ડેમ ઓવરફ્લો થતા 3 દરવાજા ખોલાયા છે, એક કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

  • Follow us on: