આણંદમાં તારાપુરના સાંઠ ગામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. આ પ્રદર્શન દ્વારા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઢોલ વગાડી તંત્રના બહેરા કાને રજૂઆત કરવામાં આવી હતી. લોકોએ પોતાની માગ પૂર્ણ કરવા માટે તંત્ર સામે રજૂઆત કરી હતી. ચોમાસીની શરૂઆતમાં તંત્રની પોલ ખુલી છે. અને તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે. આ બેદરકારીના કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. રહીશો પોતોનો રોષ ઠાલવતા તંત્ર સામે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.


[[$googlead]]

તંત્રને જગાડવા લોકોનો પ્રયાસ

આણંદના સાંઠ ગામની શાળામાં વરસાદી પાણી ભરાતા શિક્ષણ પર અસર જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ શાળાએ ન જઇ શકતા તેમના અભ્યાસ પર અસર થઇ રહી છે. શાળાના પટાંગણમાં વરસાદના પાણી ભરાતા વિદ્યાર્થીઓ વર્ગખંડમાં જઇ શકતા નથી. પાણી ભરાયેલુ રહેતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તંત્ર ઉંઘમાંથી ન જાગતા લોકોએ ઢોલ વગાડ્યો હતો. અને તંત્રની બેદરકારી છતી કરી હતી. વરસાદી પાણીની સમસ્યા 20 વર્ષથી હોવાનો સ્થાનિકોનો દાવો છે. તંત્ર દ્વારા સમસ્યાનો નિકાલ લાવવા લોકોએ માગ કરી છે.

[[$alsoread]]

ક્યારે થશે સમસ્યાનું નિરાકરણ ?

આણંદ સહિત અન્ય સ્થળોએ પણ વરસાદી કહેર જોવા મળી રહ્યો છે. રસ્તા પર ખાડા પડ્યા છે. અને આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાયુ છે. વાહન ચાલકો પરેશાન થયા છે. વરસાદના કારણે તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી પોકળ થતી દેખાઇ રહી છે. ખાડામાં પડેલા વાહનો બહાર કાઢવા માટે તંત્રને રજૂઆત કરવામાં આવે છે. પરંતુ તેઓ પણ આંખ આડા કાન કરે છે. જેથી સ્થાનિકોનો રોષ સાતમા આસમાને જોવા મળી રહ્યો છે. 

  • Follow us on: