દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે, અંકલેશ્વરથી સુરતને જોડતા હાઇવે પર પાણી ભરાયા છે અને જાણે રોડ પર દરિયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, હાઇવે પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે અને કડકિયા કોલેજ નજીક માર્ગ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે, લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા છે.


[[$googlead]]

અંકલેશ્વર સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભરૂચના અલગ-અલગ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો હતો, તો અંકલેશ્વર પંથકમાં પણ 4 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો હોવાની વાત સામે આવી છે, અંકલેશ્વરમાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા અમુક સ્થાનિકોની ઘરવખરી પણ પલળી ગઈ છે, અંકલેશ્વરમાં ગત મોડી સાંજથી ભારે વરસાદ પડી રહ્યો છે, અને અંકલેશ્વકરની આસપાસના ડેમોમાં પણ પાણીની આવક થઈ છે.

ભરૂચમાં નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી

ભરૂચમાં નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે અને નર્મદા નદી ભયજનક સપાટી વટાવી 24 ફૂટે વહી રહી છે, પાણી છોડાતા નવા નીરથી નર્મદા નદી બેકાંઠે વહી રહી છે, નીચાણવાળા ગામોને તંત્રએ એલર્ટ કર્યા છે અને પાણી અંકલેશ્વરના ગામોમાં ઘૂસે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે, સરદાર સરોવર ડેમ માંથી પાણી છોડવામાં આવતા અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટને પાર થઇ હતી. અંકલેશ્વર સંજય નગર સહીત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવો થયો છે.

[[$alsoread]]

  • Follow us on: