ડીસા તાલુકામાં ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર થયા છે, ગ્રામ્ય પંથકમાં ચોતરફ પાણીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે, દામા, રામપુરા, વરણમાં ખેતરો બેટમાં ફેરવાયા છે અને ખેડૂતોના તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું છે, જેનાલ, લક્ષ્મીપુરા સહિતના ગામોમાં પણ ખેતરો બેટમાં ફેરવાયા છે, તો ઘણી જગ્યાએ વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરાયા છે.


[[$googlead]]

બનાસકાંઠાના ડીસામાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન

[[$alsoread]]

બનાસકાંઠાના ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે આપ જે પ્રમાણે આકાશી દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે, છેલ્લા બે દિવસથી ડીસા તાલુકામાં પડેલા ભારે વરસાદના પગલે તમામ ખેતરો પાણીના બેટમાં ફેરવાઈ ગયા છે. બીજી તરફ ગામથી ગામને જોડતા રસ્તા ઉપર પણ વરસાદી પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થઈ ગયા છે, ડીસા તાલુકાના દામા રામપુરા વરણ જેનાલ લક્ષ્મીપુરા સહિતના ગામોના આ આકાશી દ્રશ્યો છે.

બનાસકાંઠામાં મગફળીના પાકને ભારે નુકસાન

અને આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ડીસા તાલુકામાં વરસાદે કેવા પ્રકારનું વિનાશ કર્યો છે જ્યાં નજર કરીએ ત્યાં ખેતરો નહીં પરંતુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, આ વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જતા અત્યારે ખેડૂતોને મગફળીના પાકમાં મોટો નુકસાન જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ આકાશી દ્રશ્યોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે ખેતરોમાંથી જે રસ્તા ઉપર વરસાદી પાણી વહી રહ્યા છે તે નદીની જેમ વહી રહ્યા છે જેના કારણે અહીંથી પસાર થતા પશુપાલકો અને ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે.

ગુજરાતમાં આજે સવારના 10 વાગ્યા સુધીમાં 115 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં આજે સવારના 10 વાગ્યા સુધીમાં 115 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 1.89 ઈંચ વરસાદ, ગરબડામાં 1.65 ઈંચ, બોડેલીમાં 1.57 ઈંચ વરસાદ, સુરત સિટીમાં 1.42 ઈંચ, નવસારીમાં 1.30 ઈંચ વરસાદ, જાંબુઘોડામાં 1.26 ઈંચ, કામરેજમાં 1.18 ઈંચ વરસાદ, આંકલાવમાં 1.06 ઈંચ, બારડોલીમાં 0.94 ઈંચ વરસાદ, પલસાણામાં 0.94 ઈંચ, જલાલપોરમાં 0.87 ઈંચ વરસાદ નોંધાયો છે.

  • Follow us on: