બનાસકાંઠાના થરાદમાં વરસાદી પાણી ભરાયા છે, હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે, વાહનચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, તો નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, ગઈકાલે બનાસકાંઠા જિલ્લામાં પડયો હતો ભારે વરસાદ, પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલ ઉભા થયા છે.


[[$googlead]]

બનાસકાંઠા જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ

વહેલી સવારથી જ ઇકબાલગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા છે, ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને પણ નુકસાન થયું છે, ડીસા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, તો બનાસકાંઠાની અનેક નદીઓમાં નવા નીરની આવક નોંધાઈ છે, નાના ચેકડેમો પણ પાણીથી ભરાઈ ગયા છે જેના કારણે સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે.

[[$alsoread]]

બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી જનજીવન પર અસર દેખાઈ

પાલનપુરની બ્રિજેશ્વર કોલોની બેટમાં ફેરવાઇ છે, જાહેર માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકો હેરાન થઈ ગયા છે, 10 થી વધુ ગામોને જોડતો માર્ગ થયો બંધ. ઢીંચણ સમા પાણી ભરાતા સ્થાનિકો હેરાન થયા છે.

બનાસ ડેરી રોડ પર વરસાદી પાણી ભરાયા

બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે કલેક્ટર અને SP નિવાસસ્થાન નજીક પાણી ભરાયા છે, ઢીંચણસમા પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, પાલનપુરના ડીપી વિસ્તારમાં દીવાલ ધરાશાયી થઈ છે, માન સરોવર રોડ પર દીવાલ ધરાશાયી થઈ છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 199 તાલુકામાં વરસાદ

જામકંડોરણા તાલુકામાં 5.6 ઈંચ વરસાદ ઈડર તાલુકામાં 5.5 ઈંચ વરસાદ ધાનેરા તાલુકામાં 5.2 ઈંચ વરસાદ ધોરાજી તાલુકામાં 4.6 ઈંચ વરસાદ જોડિયા તાલુકામાં 4.0 ઈંચ વરસાદ મુંદ્રા તાલુકામાં 3.86 ઈંચ વરસાદ લાલપુર તાલુકામાં 3.7 ઈંચ વરસાદ જેતપુર તાલુકામાં 3.46 ઈંચ વરસાદ વઢવાણ તાલુકામાં 3.31 ઈંચ વરસાદ ચૂડા તાલુકામાં 3.31 ઈંચ વરસાદ નોંધાયો છે.


  • Follow us on: