બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે, બેચરપુરા રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે જેના કારણે સ્થાનિકો હેરાન થયા છે, ઠેર-ઠેર ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો પણ હેરાન થઈ ગયા છે. બેચરપુરા રોડ, અંડરગ્રાઉન્ડ નાળાથી એરોમા પુલ સુધી પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે.


[[$googlead]]

બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ

બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદ વરસતા સરકારી કચેરીઓમાં પાણી ભરાયા છે, મામલતદાર કચેરીમાં 2 ફૂટ જેટલા પાણી ભરાયા છે અને પ્રાંગણમાં આવેલું મંદિર પાણીમાં ડૂબ્યુ છે. ડિઝાસ્ટર વિભાગની કચેરીમાં પણ પાણી ભરાયા છે.

[[$alsoread]]

ડીસામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ બંધ

ગોઢ ગામથી દાંતીવાડાનો જોડતો રસ્તો બંધ થયો છે, વોકળાનું પાણી બે કાંઠે આવતા રસ્તો બંધ થયો હોવાની વાત સામે આવી છે, પાણી રોડ પર ફરી વળતા વાહનવ્યહાર ઠપ્પ થયો છે, ચારથી પાંચ ગામના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે, મોરથલ ગોળિયા, ચંદાજી ગોળિયાનો રસ્તો બંધ અને છાત્રાલા, ગોઢ, કરજીપુરા ગામને જોડતો રોડ બંધ થયો છે.

બનાસકાંઠાના જળાશયોમાં પાણીની આવક વધી

દાંતીવાડા ડેમમાં 6121 ક્યુસેકની આવક નોંધાઈ છે, દાંતીવાડા ડેમની જળ સપાટી 557.21 ફૂટ પર પહોંચી છે, મુક્તેશ્વર ડેમમાં 3217 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, મુકતેશ્વર ડેમની જળસપાટી 640.35 ફૂટ અને સીપુ ડેમમાં 2432 ક્યુસેક પાણીની આવક થઈ છે, સીપુ ડેમની જળસપાટી 569.61 ફૂટ પર પહોંચી છે.

  • Follow us on: