બનાસકાંઠાના થરાદમાં 12 ઇંચ વરસાદે મોટી મુશ્કેલી ઉભી કરી છે અને તેના કારણે જનજીવન પર તેની અસર જોવા મળી છે, બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા છે, મુખ્યબજારમાં પણ પાણી ભરાયા છે અને વેપારીઓને દુકાન બંધ રાખવાનો વારો આવ્યો છે, દુકાનમાં પણ વરસાદી પાણી ઘુસી ગયા છે.


[[$googlead]]

બનાસકાંઠામાં મૂશળધાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા

બનાસકાંઠામાં મૂશળધાર વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા છે, મુખ્ય બજારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, બસ સ્ટેશન, મુખ્ય બજારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે, શેણલનગર હોસ્પિટલના રસ્તાઓ પર પાણી-પાણી જોવા મળ્યું છે, ઠેર-ઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે, બનાસકાંઠામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસ્યો છે, બનાસકાંઠામાં ભારે વરસાદથી નદીઓ તેમજ ડેમોમાં નવા પાણીની આવક થઈ છે. ખેડૂતોના તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું છે.

બનાસકાંઠાના થરાદમાં જળબંબાકારની સ્થિતિ

બનાસકાંઠાના થરાદમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે, થરાદમાં સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે અને ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ જળમગ્ન થયા છે, કમરસમા પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. થરાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા હાલાકી સ્થાનિકોને પડી રહી છે અને તંત્રને જાણે કઈ પડી જ ના હોય તેવું લાગી રહ્યું છે, થરાદના સ્વામી વિવેકાનંદ ચોક વિસ્તારમાં પાણી ભરાયા છે, તો પાણી ભરાતા વાહનચાલકોના વાહનો પણ પાણીમાં બંધ પડી રહ્યાં છે.

[[$alsoread]]

  • Follow us on: