બનાસકાંઠાના સુઈગામમાં વરસાદથી થયેલ તારાજીના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે જેમાં 700થી વધુ ગામો પાણીમાં ગરકાવ થયા હોવાની વાત સામે આવી છે, ઘણા વિસ્તારોમાં 7 ફૂટથી વધારે પાણી ભરાયા છે અને લોકોની ઘરવખરી પલડી ગઈ છે અને વરસાદી પાણીમાં તણાઈ પણ ગઈ છે, વરસાદના કારણે મોટાભાગના રસ્તાઓ બંધ થયા હોવાની પણ વાત સામે આવી છે.
સુઈગામમાં વરસાદથી તારાજી સર્જાઈ
બનાસકાંઠાના સુઈગામમાં 700થી વધુ ઘર પાણીમાં ગરકાવ થયા છે અને ઘરમાં કેડસમા પાણી ભરાતા ઠેર-ઠેર તારાજી સર્જાઈ છે, સુઈગામના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે અને ઘણા વિસ્તારોમાં 7 ફૂટથી વધુ પાણી ભરાયા છે, વરસાદને કારણે મોટાભાગના રસ્તાઓ બંધ થયા છે, સુઈગામથી વાવ, સુઈગામથી ભાભરનો રસ્તો બંધ થયો છે, વરસાદી પાણી ભરાતા ઘણા પશુઓના મોત થયા છે અને સુઈગામ વિસ્તારમાં મોટા ભાગનો પાક ધોવાયો છે.
થરાદના મલુપુર ગામમાં વરસાદથી તારાજી
થરાદના મલુપુર ગામમાં વરસાદથી તારાજી સર્જાઈ છે, 35થી વધુ ઘરમાં પાણી ઘૂસતા ઘરવખરીને નુકસાન થયું છે, ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયુ છે અને ઉભા પાકને નુકસાન થતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે, સરપંચ દ્વારા 35થી વધુ પરિવારોનું સ્થળાંતર કરાયું છે અને મલુપુર ગામમાં ઘણું નુકસાન થયું છે, સરકાર કોઈ સહાય ચૂકવે તેવી સ્થાનિકોની માગ છે.
સુઇગામ તાલુકાના અનેક ગામ આજે પણ જળમગ્ન
બનાસકાંઠાના સુઇગામમાં વરસાદ બાદ તારાજી સર્જાઈ છે, છ દિવસ વિતવા છતાં અનેક ગામ હજુ પણ પાણીમાં છે અને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુઇગામની મુલાકાત લેશે, સુઇગામ પહોંચી CM પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ સાથે રહેશે, સુઇગામ તાલુકાના અનેક ગામ આજે પણ જળમગ્ન છે અને શિવનગર, રુપાણીવાસ, ભાટવર, જલૌયા ગામ જળમગ્ન બન્યા છે, સુઇગામ-વાવ તાલુકાની શાળા, કોલેજોમાં રજા જાહેર કરાઈ છે, વાવ-સુઇગામ મુખ્ય હાઇવે આજે પણ બંધ છે.









