બનાસકાંઠાના થરાદામાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે અને ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાયા છે, મુખ્ય બજાર જવાનાં રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાયા છે, ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, નગરપાલિકાનો પ્રિ-મોન્સૂન પ્લાન કેવો છે તે જોઈ શકયા છે અને પાલિકાની કામગીરી કેવી છે તે દેખાઈ આવી છે.
દિયોદરથી સુઈગામ વચ્ચે અનેક વૃક્ષ ધરાશાયી
દિયોદરથી સુઈગામ વચ્ચે અનેક વૃક્ષ ધરાશાયી થયા છે, રસ્તાઓ વચ્ચે વૃક્ષ ધરાશાયી થતા સ્થાનિકો ભારે હાલાકી પડી રહી છે, અનેક માર્ગો વચ્ચે વૃક્ષ પડતા રસ્તાઓ બંધ થયા છે, ભારે વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થતા હાલાકી પડી રહી છે, તો ફાયર વિભાગ ટ્રી કટિંગ મશીન લઈને વૃક્ષો દૂર કરવાની કામગીરી કરી રહી છે.
બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન
બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે, બાગાયતી પાકોમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે, પપૈયા, દાડમ સહિતના પાકોને નુકસાન થયું છે, તો સરહદી તાલુકાઓમાં છેલ્લા 48 કલાકથી વરસાદ વરસી રહ્યો છે અને બંધ થવાનું નામ નથી લઈ રહ્યો, ધોધમાર વરસાદથી જનજીવનને વ્યાપક અસર જોવા મળી છે.
બનાસકાંઠા જિલ્લામાં સવારના 6 વાગ્યા સુધી નોંધાયેલ વરસાદ
બનાસકાંઠાના સુઈગામમાં 17 ઈંચ વરસાદ ખાબકયો છે, ભાભરમાં 13 ઈંચ વરસાદ, વાવમાં 13 ઈંચ વરસાદ, રાપરમાં 13 ઈંચ વરસાદ, થરાદમાં 12 ઈંચ વરસાદ, સાંતલપુરમાં પોણા 8 ઈંચ વરસાદ, રાધનપુરમાં સાડા 7 ઈંચ વરસાદ, દિયોદરમાં 7 ઈંચ વરસાદ, માળીયામાં 5 ઈંચ વરસાદ ખાબકયો હોવાની વાત સામે આવી છે.









