બનાસકાંઠામાં ભારે વરસાદથી જોરાવરગઢ ગામે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે, જોરાવરગઢ ગામે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, રોડ અને ખેતર જાણે એક થઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, ખેતરો જળબંબાકાર થયા છે અને ખેડૂતોનો પાક પણ નિષ્ફળ ગયો છે ત્યારે ખેડૂતોને સરકાર મદદ કરે તેવી માગ કરી રહ્યાં છે. સંદેશ ન્યૂઝે જોરાવરગામમાં પહોંચી મેળવ્યો પરિસ્થિતિનો ચિતાર.


[[$googlead]]

બનાસકાંઠાના સુઈગામમાં 17 ઈંચ વરસાદથી તારાજી

બનાસકાંઠાના સુઈગામમાં 17 ઈંચ વરસાદથી તારાજી સર્જાઈ છે, સુઈગામ પંથકોના ગામડાઓમાં વરસાદી પાણી ભરાયા છે અને પાણી ભરાતા જોરાવરગઢ ગામથી સુઈગામનો માર્ગ બંધ થયો ચે, જોરાવરગઢ જરૂરી ચીજ વસ્તુઓ ખૂટતા ભારે હાલાકી પડી રહી છે, તંત્રની ટીમ ન પહોંચતા સ્થાનિકો સેવા માટે મેદાને ઉતર્યા ઠછે અને ભાભરથી ચીજ વસ્તુઓ મંગાવીને લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવી રહી છે.

બનાસકાંઠામાં થરાદ-ધાનેરામાં જનજીવન પ્રભાવિત

બનાસકાંઠામાં થરાદ-ધાનેરામાં જનજીવન પ્રભાવિત થયું છે, રેલ નદીના પાણીથી અનેક ગામના રસ્તાઓ તૂટ્યા છે અને થરાદના ડૂવાથી પાવડાસણ વચ્ચેના ગામોનો સંપર્ક કપાયો છે, પાણી ભરાતા અછવાડાથી ડુવા ગામનોનો સંપર્ક કપાયો છે, થરાદ પાસે ભારતમાલા પ્રોજેક્ટ પાણીમાં ગરકાવ થયો છે, બુઢનપુર નજીક પુલ નીચે પાણી ભરાયા છે અને સાથે સાથે રોડ પર પણ પાણી ફરી વળ્યા છે, વરસાદી પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે.

[[$alsoread]]


  • Follow us on: