બનાસકાંઠામાં આજે પણ શૈક્ષણિકકાર્ય બંધ રહશે, ભારે વરસાદથી શૈક્ષણિક કાર્ય બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે. આંગણવાડીથી લઈ શાળા, કોલેજો બંધ રહેશે, થરાદ, વાવ, લાખણીમાં સ્કૂલ, કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. દિયોદર, ભાભર, સુઈગામમાં રજા જાહેર કરવામાં આવી છે. બનાસકાં


બનાસકાંઠામાં આજે પણ શૈક્ષણિકકાર્ય બંધ 

બનાસકાંઠામાં વરસાદ બાદ હાલાકી જોવા મળી રહી છે. થરાદનું ખાનપુર ગામ પાણીમાં ડૂબ્યું છે. ખાનપુર, નાગલા ગામમાં ઠેર-ઠેર વરસાદના પાણી ફરી વળ્યા છે. પાણી ફરી વળતા ગામમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પશુઓ-સામાન લઇને સુરક્ષિત સ્થળે ગ્રામજનો ગયા છે. ભારે વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયા છે. સરહદી પંથકમાં ભારે વરસાદથી ઠેર-ઠેર તારાજી સરહદી વિસ્તારમાં વરસાદથી ભારે તારાજી જોવા મળતા રાજ્ય સરકારે 5 અધિકારીની નિમણૂંક કરી છે.

બનાસકાંઠાના ગામો ગંભીર સ્થિતિમાં

બનાસકાંઠામાં વર્ગ -1ના 5 અધિકારીઓને મોકલાશે, તંત્રના સંકલન અને મદદ માટે કામ અધિકારીઓ કરશે. સુઇગામ,વાવ,થરાદ,ભાભરમાં વરસાદથી પૂર જેવી સ્થિતિ જોવા મળી છે. બનાસકાંઠામાં સુઈગામના ગામોમાં પાણી જ પાણી જોવા મળ્યું છે. ગામોમાં પાણી આવતાની સાથે લોકોમાં ફફડાટ છે. સરહદી ગામોની પરિસ્થિતિનો ચિંતાર આવ્યો સામે આવ્યો છે. ગામોના લોકોનું ઘરવખરી સાથે સ્થળાંતર કરવામાં આવ્યું છે. પાડણ,અસારા,બેટ સહિતના ગામો ગંભીર સ્થિતિમાં જોવા મળી છે.


  • Follow us on: