બનાસકાંઠામાં બનાસ નદીમાં પાણીની આવક વધી છે, પાણીની આવક વધવાના કારણે સ્થાનિકો પણ ચિંતામાં મૂકાયા છે, સ્થાનિકોને નદીના પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે, બાળકોને શાળામાં ભણવા જઉ હોય તો માતા-પિતા ખભા પર બેસાડીને બાળકોને નદી ક્રોસ કરાવે છે અને શાળામાં મૂકવા જાય છે.

[[$googlead]]

બનાસકાંઠામાં લોકો નદીના પ્રવાહમાંથી થાય છે પસાર
ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક થઈ છે બીજી તરફ અમીરગઢના કાકવાડા ગામે નદીના પાણીના સ્તરમાં વધારો થયો છે, નદીમાં પાણી આવતા શાળાએ જતા બાળકોને હાલાકી પડી રહી છે અને કમર સુધીના પાણીમાં સામાકાંઠે જવા બાળકો મજબૂર બન્યા છે, નદી પર પુલ બનાવવા ગામ લોકોની માગ છે.

બનાસ નદીમાં કેડ સમા પાણી
બનાસ નદીમાં કેડ સમા પાણી વહેતા વાલીઓએ બાળકોને ખભે ઊંચકીને રસ્તો પાર કરાવ્યો છે, બનાસ નદીના સામેના છેડે કાકવાડા સહિતના અનેક ગામડાઓ આવેલા છે અને નદીમાં પાણી આવતા સામા કાંઠે જવા માટે પાણીમાં થઈ ને જોખમી રીતે પસાર થવું પડે છે લોકોને, કાકવાડા ગામના અનેક લોકોના નદીના સામા કાંઠે ખેતરો પણ આવેલા છે અને પશુપાલનનો વ્યવસાય કરતાં લોકોને માથે દૂધ ઉપાડીને નદીમાંથી થવું પડે છે પસાર, નદી ઉપર વર્ષોથી પુલ બનાવવાની લોકોની માગ પૂરી ન થતા લોકો જોખમી રીતે નદી માંથી પસાર થવા બન્યા મજબૂર.
  • Follow us on: