બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે, બનાસ અને વિશ્વેર નદીમાં પાણીની આવક નોંધાઈ છે, ઉપરવાસમાં પડેલા વરસાદથી પાણીની આવકમાં પણ વધારો થયો છે, નદીમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે, લોકોએ નવા નીરના કરાયા વધામણા.
દાંતા તાલુકામાં ભારે વરસાદથી હાઇવે બંધ
દાંતા તાલુકામાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે અને લેન્ડ સ્લાઇડ થતા હાઇવે પર પથ્થરો પડયા હતા તેને હટાવવામાં આવ્યા છે, દાંતાથી સતલાસણા માર્ગ પર લેન્ડ સ્લાઇડ થયું હોવાની વાત સામે આવી છે, આંબાઘાટા વિસ્તારમાં રસ્તો બંધ કરવો પડ્યો છે, રસ્તો બંધ થવાથી વાહનવ્યવહારને અસર થઈ છે, JCBથી પથ્થરો હટાવવાની કામગીરી કરાઇ રહી છે.
બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે ઉપરવામાં ભારે વરસાદ
હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે, દાંતીવાડની સીપુ નદમાં આવ્યા નવા નીર આવતા ખેડૂતો અને સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે, તંત્રએ અપીલ કરી છે કે, નદીના પટમાં સ્થાનિકોએ જઉ નહી અને નાગરિકોને સર્તક રહેવા જીલ્લા વહિવટી તંત્રની અપીલ છે.
રાજયમાં છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ
આજે સવારે 6 કલાક સુધી 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સાબરકાંઠાના વડાલીમાં સૌથી વધુ 12.2 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં પણ 10 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જેના કારણે કડિયાદરા, બડોલી, વડાલી, ખેડબ્રહ્મા સહિતની નદીઓમાં નવા નીર આવતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ છવાયો છે.









