બનાસકાંઠામાં મોડી રાતથી સવાર સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા, રોડ-રસ્તાઓ પર જોવા મળ્યા નદીઓ જેવા દ્રશ્યો, ઈકબાલગઢ નાળિવાસમાં વરસાદી પાણી ભરાયા છે અને પાણી લોકોના ઘરમાં ભરાઈ ગયા હતા જેના કારણે ઘરવખરીને ભારે નુકસાન થયું છે.
રાત્રે પડેલ વરસાદે સમગ્ર ઈકબાલગઢ પંથકમાં ફર્યું પાણી
બનાસકાંઠાના ઈકબાલગઢમાં ધોધમાર વરસાદ પડતા રોડ રસ્તાઓમાં પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે, ઈકબાલગઢ નાળિવાસ વિસ્તારમાં વરસાદી પાણી ફરીવળતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને લોકો ઘરવખરી ઘરની બહાર કાઢી રહ્યાં છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા કોઈ મદદની કામગીરી કરાઈ નથી અને પાણી પણ ઓસરી રહ્યાં નથી.
બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટની વચ્ચે ભારે વરસાદ
બનાસકાંઠામાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે તેની વચ્ચે વરસાદ વરસી રહ્યો છે, દાંતીવાડની સીપુ નદીમાં નવા નીર આવ્યા છે, સીપુ નદીમાં નવાનીર આવતાં સ્થાનિકોમાં ખુશી પ્રસરી છે, તો બીજી તરફ નાગરિકોને સર્તક રહેવા જીલ્લા વહિવટી તંત્રની અપીલ છે.
અમીરગઢના ઈકબાલગઢમાં ધોધમાર વરસાદ
બનાસકાંઠાના ઝાંઝરવા, ઢોલીયા, આંબાપાણીમાં વરસાદ વરસ્યો છે અને ઈકબાલગઢના માર્કેટ યાર્ડમાં ભરાયા પાણી, ઢીચણસમાં પાણી ભરાતા વેપારીઓને હાલાકી પડી રહી છે, બનાસકાંઠામાં ભારે વરસાદથી નદીઓ છલકાઇ ગઈ છે, ઉપરવાસમાં વરસાદથી બાલારામ નદી બે કાંઠે વહી રહી છે, દાંતીવાડા ડેમ ભરાશે તો ખેડૂતોને થશે ફાયદો.









