ભરૂચના હાંસોટથી કંટીયાજાળને જોડતો માર્ગ બંધ થયો છે, 4 ઇંચ વરસાદથી પાણી ભરાયા છે જેના કારણે રોડ બંધ થયો છે, દાંતરાઈ અને બાડોદરા ગામ વચ્ચે પાણી ફરી વળ્યા છે અને ખાડીપુલ માટે બનાવેલા ડાયવર્ઝન પર પાણી ફરી વળ્યા છે, હાંસોટ પંથકમાં 4 ઇંચ વરસાદથી પાણી ભરાયા છે જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને તકલીફ પડી રહી છે.
હાંસોટથી કંટીયાળજાળને જોડતો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ
ભરૂચના હાંસોટથી કંટીયાળજાળને જોડતો માર્ગ વાહનવ્યવહાર માટે બંધ થયો છે, દાંતરાઈ અને બાડોદરા ગામ વચ્ચે વનખાડીના પાણી માર્ગ પર ફરી વળ્યા છે, ખાડીપુલ માટે બનાવાયેલ ડાયવર્ઝન પરથી પાણી ફરી વળ્યા છે અને હાંસોટ પંથકમાં ખાબક્યો છે 4 ઇંચ વરસાદ, તો હજી તો રોડ પરથી પણ પાણી ઉતર્યા નથી અને વાહનચાલકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે મુશ્કેલીનો સામેનો કરવાનો વારો આવ્યો છે, ગઈકાલે ભરૂચ પંથકમાં ખાબકયો હતો સારો વરસાદ.
હાંસોટમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે
હાંસોટમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે તો ખેડૂતોના પાકને પણ જીવતદાન મળ્યું છે, ત્યારે અમુક ખેતરો બેટમાં ફેરવાયા છે, ગઈકાલે ભરૂચ પંથકમાં સારો વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, તો બીજી તરફ લોકો પણ પાણીના પ્રવાહમાં જીવના જોખમે રસ્તો ક્રોસ કરતા હોય છે, ત્યારે પ્રશાસને પણ આ મામલે લોકોને અપીલ કરી છે કે, જીવના જોખમે પાણીમાંથી નીકળો નહી અને જયા પાણીનો પ્રવાહ વધુ હોય ત્યાં ઉભા રહેવું પણ જોખમી છે.









