ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ભાવનગર જિલ્લાના બાવળીયાળી, કોટડા, સનેસ, ગણેશગઢ, માઢીયા સહિત ગામમાં વરસાદ પડ્યો હતો. હાઇવે રોડ પર ભારે વરસાદના કારણે વાહનોની રફતાર પણ ધીમી પડી હતી. થોડા દિવસોના વિરામ બાદ વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.


[[$googlead]]

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

[[$alsoread]]

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી સાત દિવસ ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. આવતીકાલે રાજ્યના અમુક જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે.આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ ખાબકવાની આગાહી કરી છે. અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભાવનગરમાં વરસાદનું યલો એલર્ટ 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી,ડાંગમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, નવસારી, વલસાડ,દમણ,દાદરાનગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના બાકી તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.


  • Follow us on: