ભાવનગરમાં ભારે વરસાદથી ખેતીને મોટુ નુકસાન થઈ રહ્યું છે ત્યારે મગફળી, કપાસ, ડુંગળી સહિતના પાકને નુકસાન થતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ભાવનગરના તળાજામાં અનરાધાર વરસાદને લઈ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ઘોડાપૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા છે અને ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે અને વરસાદને પગલે દિહોર-ભદ્રાવળનો માર્ગ બંધ થયો છે.
ભાવનગરના વેજોદરી ગામે વીજળી પડવાના લાઈવ દ્રશ્યો
ભાવનગરના તળાજા તાલુકાના વેજોદરી ગામે વીજળી પડવાની ઘટનાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે, ખાનગી ટાવર પર વીજળી પડી હતી ડિઝાસ્ટર વિભાગના અધિકારી દ્વારા વીડિયોની પૃષ્ઠી કરવામાં આવી છે, ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે રસ્તાઓ થયા પાણી પાણી અને શહેરના વાઘાવાડી રોડ જશોનાથ ચોક તળાવ વિસ્તાર, કાળાનાળા ચોક ક્રેન્સ્ટ સર્કલ ઘોઘા સર્કલ, ભરતનગર, સરદાર નગર કળિયાબીડ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે.
ભાવનગરના મહુવામાં બે ઇંચ વરસાદ ખાબક્યો
ભાવનગરના મહુવામાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે અને ચાર દિવસથી મહુવા વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકતા પાકને મોટા પાયે નુકસાન થયું છે, અને શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નુકસાનીના વરસાદે તબાહી સર્જી છે. ભાવનગરના પાલીતાણામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે રોડ પર પાણી વહી રહ્યો છે, સૌરાષ્ટ્ર પંથકમાં આ વખતે ભાવનગરમાં સૌથી વધારે કમોસમી વરસાદ વરસ્યો હોવાની વાત સામે આવી છે.









