ભાવનગરના બગદાણામાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ચાર ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હોવાની વાત સામે આવી છે ભારે વરસાદથી નદી-નાળામાં પૂરની સ્થિતિ છે અને ખેતરો જાણે દરિયો બની ગયા હોય તેવું લાગે છે, વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ ઉભી થઈ છે, તો તૈયાર થયેલો પાક પાણીમાં વહી ગયો છે.


[[$googlead]]

ભાવનગરના તળાજામાં કમોસમી વરસાદ

ભાવનગરના તળાજામાં કમોસમી વરસાદ વરસ્યો છે અને ઠળિયા, જાલવદર, સાંગાણાં, કામરોલમાં વરસાદ વરસ્યો છે, અલગ-અલગ વિસ્તારોમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, ધોધમાર વરસાદના પગલે તળાજી નદીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે, ટીમાણાં નજીક ઉતાવળી નદીમા પણ પૂર આવ્યું છે અને કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે.

ભાવનગરના જેસરમાં કાચું મકાન ધરાશાયી

ભાવનગરના જેસરમાં કાચું મકાન ધરાશાયી થયુ છે અને સતત વરસાદથી કરલા ગામે મકાન ધરાશાયી થયું હોવાની વાત સામે આવી છે, મકાન ધરાશાયી થતા ઘરવખરીને નુકસાન થયું છે અને સદનસીબે કોઇની જાનહાનિ થઈ નથી.

[[$alsoread]]

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 141 તાલુકામાં વરસાદ

સૌથી વધુ રાજુલામાં 3.4 ઇંચ વરસાદ, ખાંભામાં 2.9 ઇંચ,તળાજામાં 2.4 ઇંચ વરસાદ, જાફરાબાદમાં 2 ઇંચ,મહુવામાં 1.9 ઇંચ વરસાદ, ઉનામાં 1.6 ઇંચ ,ભાણવડમાં 1.5 ઇંચ વરસાદ, પડધરીમાં 1.1 ઇંચ, ખંભાળીયામાં 1.1 ઇંચ વરસાદ, લીંબડી ,ચોટીલા ,નાંદોદમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે.

  • Follow us on: