ભાવનગર જિલ્લામાં મેઘ મહેર જોવા મળી છે. ભાવનગરના ગારીયાધાર અને જેસર તાલુકામાં મેઘો મહેરબાન થયો છે. ગારીયાધારના પચ્છેગામ રોડ, આશ્રમ રોડ, બાયપાસ રોડ, વાવ દરવાજા, રાજપૂત વાડી, નવાગામ રોડ પર વરસાદી પાણી ભરાયા છે. રસ્તાઓમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગારીયાધારના પચ્છેગામ, ગણેશ ગઢ, રુપાવટી, પરવડી, રતનવાવ સહિતના ગામોમાં પાંચેક દિવસના વિરામ બાદ ફરી આજે વરસાદ વરસ્યો હતો.


[[$googlead]]

ભાવનગર જિલ્લામાં મેઘ મહેર જોવા મળી

[[$alsoread]]

જેસર તાલુકાના શાંતિનગર, કોટામુઈ, બિલા, તાતણીયા, ઉગલવાણ, સનાળામાં થોડા દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે આગામી ત્રણ દિવસ ભારે થી અતિ ભારે વરસાદની પણ આગીહી કરવામાં આવી છે.

આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ,ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી આગાહી કરવામાં આવી છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.


  • Follow us on: