ભાવનગર જિલ્લાના ગારીયાધાર શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. બપોરે ત્રણ વાગ્યા પછી ધોધમાર વરસાદ તૂટી પડતાં ચો તરફ પાણી પાણી થઈ ગયું હતું. બે દિવસ થી 34 ડિગ્રી તાપમાન થયું હતું, ગારીયાધાર શહેરના પચ્છેગામ રોડ, આશ્રમ રોડ, બાયપાસ રોડ, વાવ દરવાજા, રાજપૂત વાડી, રુપાવટી રોડ સહિત રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે.

ગારીયાધારમાં ધોધમાર વરસાદ
ગારીયાધારની સાથો સાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ગારીયાધારના પરવડી, રતનવાવ, ગણેશગઢ, નવાગામ, પચ્છેગામ રુપાવટી, પાંચ ટોબરા, નાની વાવડી, વીરડી સહિત ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. દોઢ કલાકમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડતાં ચો તરફ પાણી પાણી થઈ ગયું છે.

ગુજરાતમાં બે દિવસ છુટાછવાયો વરસાદ

ગુજરાતમાં હાલ હવામાન વિભાગ દ્વારા બે દિવસ છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. 10 અને 11 જુલાઈએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવમાં આવી છે. 12 થી 16 જુલાઈ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયકલોનીક સર્ક્યુલેશન સક્રિય થતા 12 થી 16 જુલાઈ વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • Follow us on: