રાજ્યમાંથી ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે, ત્યારે કચ્છના સામખિયાળી સહિતના કાંઠા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. સામખિયાળી ઉપરાંત ઘરાણા, લાલિયાણા અને લાકડીયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
સામખિયાળી સહિતના કાંઠા વિસ્તારમાં વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા રહેલી છે. જોકે, રાહતની વાત એ છે કે આગામી ૩ થી ૪ દિવસમાં ચોમાસું રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી સંપૂર્ણપણે વિદાય લેશે.










