છોટા ઉદેપુરના બોડેલી જિલ્લામાં 8 ઈંચ વરસાદ ખાબકયો છે અને નદી અને ડેમમાં નવા નીરની આવક થઈ છે, વરસાદી પાણી નસવાડી ટાઉન નજીકના વિસ્તારમાં પહોંચ્યા છે અને બજારમાં આવેલ દુકાનો ખાલી કરવાની તૈયારી વેપારીઓ કરી રહ્યાં છે, અશ્વિન નદીના પાણી ગામમાં ઘૂસતા સ્થાનિકોને ભારે હાલાકીને સામનો કરવાનો વારો આવ્યો છે.
અશ્વિન નદીમાં નવા નીરની આવક
છોટાઉદેપુરના નસવાડીમાં અશ્વિની નદીમાં ઘોડાપૂર આવ્યું છે, ભારે વરસાદથી અશ્વિની નદી બેકાંઠે વહી રહી છે અને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે, કૂકાવટી-વાઘીયાનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે અને પુલની કામગીરી ન કરતા લોકોને ભારે હાલાકી પડી રહી છે, સ્થાનિકોનું કહેવું છે કે પુલ ના બનતા દર વર્ષે ચોમાસામાં પાણી લોકોના ઘર સુધી પહોંચી જાય છે.
છોટાઉદેપુરના બોડેલીમાં 8 ઇંચ વરસાદ
બોડેલી સહીત આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, બોડેલીના ઢોકલીયા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે, છોટાઉદેપુરના બોડેલીમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, બોડેલીમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે અને ભારે વરસાદના કારણે લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે અને ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરી સહિત અન્ય વસ્તુઓને નુકસાન થયું છે.
છોટા ઉદેપુરના પાવીજેતપુરમાં વરસાદી પાણી ભરાયા
છોટા ઉદેપુરના પાવીજેતપુરમાં વરસાદી પાણી ભરાયા છે અને પ્રતાપનગર ગરનામાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે, 15 ફૂટ જેટલા પાણી ભરાતા ગરનાળુ બંધ કરાયું છે અને ગરનાળુ બંધ થતા ત્રણ ગામના લોકો સંપર્ક વિહોણા થયા છે, પ્રતાપનગર, મોટી-નાની તેજાવાવના ગામના લોકો સંપર્ક વિહોણા થયા છે.









