છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. ગોલા ગામડી ચાર રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા છે અને વડોદરા બોડેલી હાઇવે ઉપર પણ વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે અને પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે.


[[$googlead]]

ગોલા ગામડી ચાર રસ્તા ઉપર પાણી

સંખેડા તાલુકામાં પાંચ ઇંચ જેટલા ભારે વરસાદને પગલે ગોલા ગામડી ચાર રસ્તા ઉપર પાણી ભરાયું છે અને વડોદરા બોડેલી હાઇવે ઉપર આવેલા ગોલા ગામડી ખાતે પાણી ભરાતા અનેક વાહન ચાલકો પરેશાન બન્યા છે. દર વર્ષે ચોમાસામાં અહીંયા આ જ પ્રકારની સ્થિતિ સર્જાય છે પણ તેમ છતાંય સ્ટેટ આર એન બી ના જવાબદાર અધિકારીઓ દ્વારા પ્રિમોન્સૂન ને લગતી કોઈ નક્કર કામગીરી કરાતી નથી.

વાહન ચાલકોને પારવાર મુશ્કેલી

ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતી જોવા મળી રહી છે. વરસાદી પાણીનો નિકાલ ન થતા પાણી ભરાઈ ગયા છે પાણી ભરાઈ જવાને કારણે ગોલાગામડીથી વાઘોડિયા અને ગોલા ગામડીથી સંખેડા તરફ જતા અનેક વાહન ચાલકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

[[$alsoread]]

છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદથી ઠેર-ઠેર હાલાકી

બીજી તરફ છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદથી ઠેર-ઠેર હાલાકીના દ્રષ્યો જોવા મળી રહ્યા છે. ચારોલા-ઝાખરપુરા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. રસ્તા પર કેડ સમા પાણી ભરાતા ગ્રામજનોને હાલાકી પડી રહી છે. રસ્તા પર કોતરના પાણી ફરી વળતા રસ્તો બંધ થઇ ગયો છે.

બોડેલીમાં જળબંબાકારની સ્થિતી

આ સાથે છોટાઉદેપુરના બોડેલીમાં જળબંબાકારની સ્થિતી છે. ભારે વરસાદથી બોડેલીમાં પાણી ભરાયા છે. બોડેલીમાં નદીની જેમ પાણી વહેતું થયું છે અને રઝાનગર અને દિવાન ફળિયા સહિત આસપાસના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી હરખલી કોતરમાં પૂરની સ્થિતિ છે.

વાઘોડિયાના ચણોઠીયા પાસે પણ પાણી ભરાયા

વડોદરા જિલ્લાના વાઘોડિયાના ચણોઠીયા પાસે પણ પાણી ભરાયા છે. તામસી નદી પરનો બ્રિજ પાણીમાં ગરકાવ થઇ ગયો છે. નદીના પાણી ગામની આજુબાજુ ફરી વળ્યા છે અને ચણોઠીયાથી ડભોઇ જવાનો રસ્તો બંધ થઇ ગયો છે. છોટાઉદેપુર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે તામસી નદી બે કાંઠે વહેતી થઇ છે. 

  • Follow us on: