દાહોદની પાનમ નદીમાં એક યુવક ફસાયો હતો જેને રેસ્કયુ કરીને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે, ફાયર વિભાગની ટીમે રેસ્કયુ કરીને યુવકને બહાર કાઢયો છે, દેવગઢ બારીયાના જુના બારીયા વિસ્તારમાં આ ઘટના બની હોવાની વાત સામે આવી છે, નદીમાં ચારો લેવા ગયેલો વ્યક્તિ ફસાયો હતો.


[[$googlead]]

ઉપરવાસમાં વરસાદને કારણે પૂર આવતા ફસાયો

દાહોદ જિલ્લામાં પણ વરસાદ છે અને વરસાદના કારણે નદીમાં પૂર આવ્યું છે, પાનમ નદીમાં પૂર આવ્યું હોવાની વાત સામે આવી છે એક યુવક ચારો લેવા ગયો અને તે નદીમાં ફસાયો હતો, તો નદીમાં વચ્ચે પથ્થર હોવાથી તે સહીસલામત તેની પર બેઠો હતો અને ફાયર વિભાગે રેસ્કયુ કરીને તેને બચાવ્યો હતો, યુવકને કોઈ ઈજા પહોંચી નથી.

[[$alsoread]]

ફાયર વિભાગે યુવકનો બચાવ્યો જીવ

દેવગઢ બારીઆ તાલુકાના જુના બારીઆ ગામની પાનમ નદીમાં એક વ્યકિત ફસાયો હતો અનેવહેલી સવારે નદીમાં ચારો લેવા આ યુવક ગયો હતો અને નદીના વહેણમાં ફસાયો હતો, ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી નદીમાં નવા નીરની આવક નોંધાઈ છે, ગ્રામજનોને આ વાતની ખબર પડતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયર વિભાગને પણ જાણ કરી હતી, ફાયર વિભાગે સમગ્ર ઘટનામાં યુવકને બચાવ્યો છે અને હેમખેમ રીતે તેને બહાર કાઢયો છે.

વરસાદના સમયે ના ઉતરો નદી પટમાં

વરસાદના સમયે ઘણા લોકો બહાદુરી બતાવવા માટે નદીના પટમાં ઉતરતા હોય છે અને ફસાઈ જતા હોય છે, કેમ કે પાણીનો પ્રવાહ કોઈ પણ સમયે વધી જતો હોય છે, ત્યારે વરસાદના સમયે નદીના પટમાં ઉતરવું જોઈએ નહી અને જયાં પાણીનો પ્રવાહ વધુ હોય ત્યાંથી દૂર રહેવું જોઈએ.

  • Follow us on: