ડાંગ જિલ્લામા હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદથી નદીઓમાં પાણીની આવક નોંધાઈ છે, અંબિકા અને પૂર્ણા નદીમાં પાણીની આવક નોંધાઈ છે, તો ખાપરી અને ગિરા નદી બે કાંઠે વહેતી થઇ છે, રસ્તા પર પાણી ભરાતા કેટલાક રસ્તા બંધ કરાયા છે, અને ધોડવહળથી વી.એ.રોડ અને ધોડી રોડ બંધ કરવામાં આવ્યો છે.
ભારે વરસાદથી ડાંગમાં અમુક રોડ બંધ કરાયા
ડાંગમાં ભારે વરસાદના કારણે અમુક રોડ બંધ કરી દેવામાં આવ્યા છે, કાલીબેલથી પાંઢરમાળથી વાંકન તરફનો રુટ બંધ અને આહેરડીથી બોરદહાડ વચ્ચેનો રસ્તો બંધ થયો છે. ડાંગમાં નદીઓમાં પણ ભારે પાણીની આવક છે, તો તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, નીચાણવાળા વિસ્તારોમાં સ્થાનિકોએ જવું નહી અને જે કોઝવે પરથી પાણી વહી રહ્યું છે ત્યાંથી પસાર નહી થવાની પણ સૂચના આપવામાં આવી છે, ડાંગમાં ભારે વરસાદના કારણે પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે.
વઘઇ તાલુકામાં ઘોડાપૂર જેવા દ્રશ્યો સર્જાયા
ડાગંના વઘઈ તાલુકામાં ઘોડાપૂર જેવા દ્રશ્યો સર્જાયા છે, ઝાવડા , ડુંગરડા, ભેંસકાતરી , માછળી ખાતર ગામમાં વરસાદી પાણીને લઈને હાલાકી પડી રહી છે, અનેક જગ્યાએ નાળા ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહારને તેની અસર જોવા મળી છે, જીવન જોખમે રસ્તો પસાર કરવા ગ્રામજનો મજબૂર બન્યા છે.
ડાંગનું સૌંદર્ય વધુ રમણીય બન્યું
ડાંગ જિલ્લામાં મેઘરાજા મહેરબાન થતા ગીરા ધોધ સાથે અનેક ધોધ સક્રિય થયા છે. પર્વતની ઉંચી ચોટી પરથી પડતા આ ધોધ ડાંગની સુંદરતામાં વધારો કરે છે. ડાંગમાં આહલાદ્રક દ્રશ્યો સર્જાતા પર્યટકોને કે સાદ પાડી નજારાનો આનંદ માણવા આમંત્રણ આપી રહ્યા છે. આ સપ્તાહમાં વરસાદ મન મૂકીને વરસરતા ડાંગનું સૌંદર્ય વધુ રમણીય બન્યું છે.









