વલસાડના ધરમપુરમાં નાર નદીનો પુલ પાણીમાં ગરકાવ થયો છે. મોટી અને નાની કોસબાડીને જોડતો પુલ પરથી પાણી વહી રહ્યું હોવાથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિકો જીવના જોખમે બ્રિજ પાસ કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકો દ્વારા બ્રિજને ઊંચો બનાવવા માંગણી કરવામાં આવી છે.
નાર નદીનો પુલ પાણીમાં ગરકાવ
વલસાડ તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે. નદીઓમાં પાણીની આવક થતા નદીના પાણી લો લેવલ પુલ પરથી વહી રહ્યા છે. ધરમપુર તાલુકાના મોટી કોસબાડી અને નાની કોસબાડીને જોડતો નાર નદીનો લો લેવલનો પુલ પાણીમાં ગરકાવ થતા લોકોને હાલાકી પડી રહી છે. લોકોને અવરજવર માટે આ જીવના જોખમે આ પુલ પાર કરવો પડે છે.
જીવના જોખમે બ્રિજ પાસ કરવા મજબૂર
ધરમપુર તાલુકાની નાર નદી હાલ બે કાંઠે વહી રહી છે. મોટી કોસબાડી અને નાની કોસબાડી ને જોડતો નાર નદીનો લો લેવલનો પુલ પર પાણી વહી રહ્યું છે. સ્થાનિકો જીવના જોખમે બ્રિજ પાસ કરવા મજબૂર બન્યા છે. ધરમપુરથી સ્થાનિકોએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. બ્રિજને ઊંચો બનાવવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.









