અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર ધોળકામાં વરસાદી પાણી ભરાયા છે, વરસાદી પાણી ભરાતા સ્થાનિકો હેરાન થયા છે, ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે, તો સ્થાનિકોએ ભેગા મળીને પ્રાંત અધિકારીને રેલી યોજીને આવેદનપત્ર આપ્યું છે, વરસાદ બંધ થયો છતાં પાણી નથી ઓસરી રહ્યાં વરસાદી પાણી.


[[$googlead]]

ધોળકાના ગ્રામ્ય વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી

ધોળકાના જલાલપુર, વજીફા જવાના માર્ગ પર પાણી ભરાયા છે, જેના કારણે સ્થાનિકો હેરાન થઈ ગયા છે, છેલ્લા 20 દિવસથી વિસ્તારમાં પાણી ભરાયેલા છે અને પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું, નગરપાલિકા પણ કઈ આ બાબતને કરતી નથી અને ધારાસભ્યની સૂચના બાદ પણ તંત્ર નિંદ્રાધીન હોવાની વાત સામે આવી છે, પાણી ભરાતા ધોળકાવાસીઓમાં રોષ જોવા મળ્યો છે.

[[$alsoread]]

ધોળકામાં મૌન રેલી યોજી લોકોએ વિરોધ નોંધાવ્યો

ધોળકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની વાત સામે આવી છે, સ્થાનિકોએ પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે, સ્થાનિકોનું કહેવું છે કે વરસાદ બંધ થયો પણ ઘૂંટણસમા પાણી હજી ઉતરતા નથી, તો ગામની અંદર આવવું હોય કે ગામની બહાર જઉં હોય તો તકલીફ પડી રહી છે, જેના કારણે આજે રેલી યોજીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, સ્થાનિકોનું કહેવું છે કે ખેતરો બેટમાં ફેરવાયા છે અને તૈયાર થયેલા પાકને પણ નુકસાન થયું છે.

ધારાસભ્યના આદેશની અસર તંત્ર પર જોવા ના મળી

ધોળકાના જલાલપુર વજીફા ગામે વરસાદી પાણી ભરાવાને લઈ ગામલોકો મોટી સંખ્યામાં બેનરો સાથે પદયાત્રાથી રેલી કાઢી હતી, જલાલપુર વજીફા ગામે કાસીન્દ્રા વાસ, વણકરવાસના પરામાં, ધોળકાથી આંબલિયાળા ગામ જતા રોડ પર ,સ્કૂલ આગળ, ગામમાં જવાના મેઈન ગેટ આગળ સહિતના વિસ્તારોમાં પાણી ઢીંચણ સમા ભરાયેલા છે. છેલ્લા 20 દિવસથી પાણી ભરાયેલા રહેતા લોકોના જનજીવન પર અસર જોવા મળી છે, સ્થાનિક ધારાસભ્ય, સરકારી અધિકારીઓ, બિલ્ડરો, ગામના આગેવાનોની સરકારી રેસ્ટ હાઉસમાં મિટીંગ યોજાઈ હતી, આ મિટિંગમાં ધારાસભ્યએ તંત્રને ગામમાંથી પાણી નિકાલ કરવા અને લોકોને પડતી હલાકી દૂર કરવા આદેશ આપ્યા હતા.

 

  • Follow us on: