ધોળકાના આંબલીયારા ગામમાં સાબરમતી નદીના પાણી ઘૂસ્યા છે. ધરોઇ ડેમમાંથી નદીમાં પાણી છોડાયું છે. આંબલીયારા ગામમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ગામમાં પાણી ભરાતા જનજીવન ઠપ્પ થયું છે. અવરજવર માટે હોડી અને ટ્રેક્ટરના સહારો લોકોને લેવાનો વારો આવ્યો છે. ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેના પરિણામે વાસણા બેરેજના આશરે 27 દરવાજા ખોલવા પડ્યા છે.
આંબલીયારા ગામમાં સાબરમતી નદીના પાણી ઘૂસ્યા
સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા ધોળકાના આંબલીયારા ગામમાં નદીનું પાણી પ્રવેશી ગયું છે. ગામમાં લોકોને હોડી તથા ટ્રેક્ટરનો સહારો લઈને અવરજવર કરવી પડી રહી છે. પૂરની સ્થિતિને કારણે ગામમાં જનજીવન પર અસર જોવા મળી રહી છે. લોકોના દૈનિક કાર્યોમાં મુશ્કેલી ઊભી થઈ છે અને ગ્રામજનોએ સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે.
ધરોઇ ડેમમાંથી નદીમાં પાણી છોડાયું
ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડતા નદી કિનારાના આસપાસના ગામમાં નદીના પાણી ઘૂસી ગયા છે. નદી કાંઠાના ગામ બેટમાં ફેરવાયા છે. ગામમાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ગામમાં લોકોને અવરજવર માટે ટ્રેક્ટરનો સહારો લેવા મજબૂર બન્યા છે.ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદને કારણે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેના પરિણામે વાસણા બેરેજના આશરે 27 દરવાજા ખોલવા પડ્યા છે.