ધોરાજી ગ્રામ્ય વિસ્તારના ભાડેર કલાણા નાની મારડ, પાટણ વાવ સહિત ગ્રામ્ય વિસ્તારમાં સવારે ભારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી વહેતા થયા હતા. પાટણ વાવમાં આવેલ ઓસમ પર્વત ઉપર ભારે વરસાદ પડતા પર્વત ઉપરથી ઝરણાં વહેતા થયા હતા અને ડુંગર ઉપરથી ધોધ વહેતા થયા હતા. ચારે બાજુ લીલી હરિયાળી છવાઈ ગયી હતી.


[[$googlead]]

 ધોધનો અદભુત નજારો જોવા મળ્યો


ઓસમ પર્વત ઉપર રહેલ ટપકેશ્વરમાં આવેલ ધોધનો અદભુત નજારો જોવા મળ્યો હતો. પર્વત નીચે આવેલ ધોબી પાટનો ધોધ વહેતો થતા પ્રયટકો ધોધનો આનંદ માણી રહ્યા હતા. ધોરાજી પાટણવાવમાં ઓસમ પર્વતની લીલી છમ હરિયાળી વચ્ચે નયન રમણીય ધોધ વહેતા થતા અદભુત નજારો જોવા મળ્યો હતો. રાજકોટ જીલ્લાના ધોરાજીના પાટણવાવ ઓસમ પર્વત પર ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં પાટણવાવ ઓસમ ડુંગર ઉપર ધોધમાર વરસાદથી સુંદર નજારો બન્યો છે. સતત વરસાદને લઈ પાટણવાવ ઓસમ પર્વત ઉપર પણ પાણી આવ્યા છે.

[[$alsoread]]

ઓસમ ડુંગર પરથી ધોધના નયનરમ્ય દ્રશ્યો

ઓસમ ડુંગર ઉપર વરસાદના દ્રશ્યોથી સુંદર નજારો બન્યો છે. ઓસમ ડુંગર સૌરાષ્ટ્રમાં આવેલા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવ ગામ નજીક આવેલ જોવાલાયક સ્થળ છે. અહિંયા પ્રકૃતિ શિબિર પણ યોજવામાં આવે છે. સ્થાનિક લોકોની માન્યતા પ્રમાણે આ ઐતિહાસિક ઓસમ ડુંગર પર મહાભારત કાળના અનેક અવશેષો જોવા મળે છે. પાંડવો વનવાસ દરમિયાન ઓસમ પર્વત પર રોકાયા હતા.

  • Follow us on: