રાજકોટ જિલ્લમાં પડેલા ભારે વરસાદના કારણે ધોરાજીની શફુરા નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીમાં પાણીની ભારે આવકના પગલે પંચનાથ મહાદેવ મંદિર જવાનો રસ્તો બંધ થયો છે. શફુરા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. મુખ્ય રસ્તો બંધ થતા ભક્તોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. શફુરા નદી સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થઈ છે. ધોરાજી શફુરા નદી સીઝનમાં પહેલીવાર ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ધોરાજીની શફુરા નદી બે કાંઠે વહેવા લાગી
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીના પગલે રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. રાજકોટના ધોરાજીમાં આજે સાંજે 4થી 6 વાગ્યા સુધીના માત્ર 2 કલાકમાં 2.6 ઇંચ ખાબક્યો છે. ધોરાજીમાં ભારે વરસાદના પગલે શફુરા નદી બે કાંઠે વહેવા લાગી હતી.  શફુરા નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. ધોરાજી શફુરા નદી સીઝનમાં પહેવાર ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

6 વાગ્યા સુધીમાં 181 તાલુકાઓમાં વરસાદ નોંધાયો

રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 181 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 5.51 ઈંચ વરસાદ સાબરકાંઠાના ઈડરમાં નોંધાયો છે. ધાનેરામાં 4.57,જામ કંડોરણામાં 4.33, જોડીયામાં 3.98,જામનગરના લાલપુરમાં 3.39, સુરેન્દ્રનગરના ચુડામાં 3.31, ધોરાજીમાં 3.27 ઈંચ, દાંતીવાડામાં 3.19,વડગામમાં 3.19, વઢવાણમાં 3.07, સોનગઢમાં 2.95, ધ્રાંગધ્રામાં 2.64, ભિલોડમાં 2.64, વડનગરમાં 2.56, જેતપુરમાં 2.52, પાલનપુરમાં 2.48, રાજકોટમાં 2.44, રાણપુરમાં 2.28, કાલાવડમાં 2.17 અને ડીસામાં 2.17 ઈંચ વરસાદ નોંધાયો છે.
  • Follow us on: