યાત્રાધામ દ્વારકામાં 5 ઇંચ વરસાદ ખાબકયો છે, જેના કારણે દ્વારકા નગરીમાં ઠેર ઠેર પાણી ભરાયા છે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દ્વારાકામાં પાણી ભરાતા જનજીવન પર તેની અસર જોવા મળી છે, ભદ્રકાલી વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલી સ્થિતિ છે, તો સ્થાનિકો પણ પાણી ભરાયેલા છે તેમાંથી ચાલીને નીકળી રહ્યાં છે.


[[$googlead]]

દ્વારકામાં રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી

દ્વારાકમાં મોડી રાતથી વહેલી સવાર સુધી ભારે વરસાદ ખાબકયો છે જેના કારણે જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે, દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાતા વેપારીઓને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, દ્વારકાના સ્થાનિકોનો આક્ષેપ છે કે, જયારે પણ ભારે માત્રામાં વરસાદ પડે છે ત્યારે પાણી ભરાવાની સ્થિતિનું સર્જન થાય છે, નગરપાલિકા દ્વારા સરખી પ્રિ-મોન્સૂનની કામગીરી કરવામાં આવી ન હોવાનો પણ આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે.

[[$alsoread]]

દ્વારકાના રેલવે સ્ટેશન વિસ્તારમાં ભરાયા પાણી

દ્વારકામાં છેલ્લા બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબકયો છે. અને સતત બીજા દિવસે પાણી ભરાયેલા છે, વરસાદી પાણી ભરેલુ રહેતા લોકોને હાલાકી પડી રહી છે અને પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા છે. પાણી નિકાલની કોઇ વ્યવસ્થા નહી હોવાનું ઉત્તમ ઉદાહરણ દેખાઈ રહ્યું છે, દ્વારકાવાસીઓ પણ પાણી ભરાવાની સમસ્યાથી કંટાળી ગયા છે, ઘણા વાહનો પાણીમાં બંધ પડી ગયા છે.

ચોમાસું રાજ્યના વિવિધ ભાગોમાં સક્રિય

વરસાદના આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે, આ વર્ષે ચોમાસું રાજ્યના વિવિધ ભાગોમાં સક્રિય છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે, જે કૃષિ માટે શુભ સંકેત છે. આગામી દિવસોમાં પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેનાથી ખેતી અને પાણીની સમસ્યામાં રાહત મળવાની શક્યતા છે. જોકે, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને સ્થાનિક તંત્રએ સાવચેત રહેવાની જરૂર છે. એકંદરે, આ વરસાદ ગુજરાતના લોકો માટે રાહત અને ખુશી લઈને આવ્યો છે.

  • Follow us on: