ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. વરસાદને કારણે જળાશયો અને નદીઓમાં નવા નીરની આવક થઈ છે. કેટલાક જળાશયો ઓવરફ્લો થયાં છે. આ ઉપરાંત રાજ્યમાં અનેક વિસ્તારોમાં ધોધ પણ સક્રિય થતાં પ્રવાસીઓ ફરવા માટે જઈ રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં ગીર વિસ્તારમાં જાણીતો જમજીર ધોધ ભારે વરસાદને કારણે સક્રિય થયો છે. ધોધનો પ્રવાહ એટલે ખતરનાક છે કે ત્યાં જતા જીવ ખોવાનો વારો આવે એમ છે. તંત્ર દ્વારા ધોધ નજીક નહીં જવાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હોવા છતાં લોકો ધોધની નજીક જઈને ફસાયા છે.


[[$googlead]]

ફાયર વિભાગ પ્રવાસીઓને બચાવવામાં લાગ્યું

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ગીર વિસ્તારમાં જાણિતો જમજીર ધોધ સક્રિય થયો છે. ભારે વરસાદથી ધોધનો પ્રવાહ ખતરનાક રીતે વધી રહ્યો છે. ધોધની નજીક જવું પણ જીવને જોખમમાં મુકવા સમાન છે એટલી હદે ધોધનો પ્રવાહ વધી રહ્યો છે. ત્યારે છ જેટલા પ્રવાસીઓ ધોધની નજીક જતાં ફસાયા હતાં. ધોધના ધસમસતા પ્રવાહને કારણે પ્રવાસીઓ ફસાઈ ગયા હતાં. પ્રવાસીઓ ફસાયા હોવાની જાણ થતાં જ ફાયર વિભાગ બચાવ કામગીરી માટે દોડતો થયો હતો.

[[$alsoread]]

ધોધ નજીક ન જવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે

ગીર પંથકમાં અવિરત વરસાદને કારણે જમજીર ધોધનો પ્રવાહ ખતરનાક રીતે ધસમસી રહ્યો છે. આ ધોધ પાસે ગયેલા 6 પ્રવાસીઓ ફસાઈ ગયા હતાં. જેના કારણે તંત્ર દોડતું થયું હતું. કોડીનાર વહીવટી તંત્ર અને વેરાવળ ફાયર વિભાગની ટીમ પ્રવાસીઓને બચાવવા રવાના થઈ હતી. અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા ધોધ પાસે અવરજવર નહીં કરવા માટે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું હતું. તે છતાંય લોકો ધોધની નજીક જઈને ફસાઈ ગયાં છે.


  • Follow us on: