ગીર સોમનાથનો હિરણ-1 ડેમ 100 ટકા ભરાયો છે. હિરણ-1 ડેમ છલકાતા હેઠવાસના ગામ એલર્ટ કરવામાં આવ્યા છે. હિરણ -1 ડેમમાં પાણીની આવક 143.88 ક્યુસેક છે. કમલેશ્વર નેશ, જીયાનેશ, ચિત્રાવડ, ચિત્રોડ, ગિદરીયા, ખીરધાર, બોરવાવ,રમરેચી, સાંગોદ્રા, ઘૂંસિયા, તાલાલાને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ડેમમાં ભારે પાણીની આવક જોવા મળી છે. ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.


[[$googlead]]

હિરણ-1 ડેમ 100 ટકા ભરાયો 

[[$alsoread]]

ગીર જંગલમાં આવેલ કમલેશ્વર (હિરણ-૧) ડેમ 100% છલોછલ ભરાયો છે. તાલાળા તેમજ મેંદરડા તાલુકાના નીચાંણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ડેમમાં પાણીની આવક 143.88 ક્યુસેક છે. ઉપરાંત આ હિરણ 1 ડેમ છલકાતાં વન્ય જીવો અને નાગરિકો માટે પીવાના પાણીની રાહત મળશે. ડેમમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે. ડેમ ઓવરફ્લો થતા આસપાસના વિસ્તાને એલર્ટ કરવામાં આવ્યા છે. લોકોને નિચાણવાળા વિસ્તારમાં ન જવા અપીલ કરવામાં આવી છે.

ડેમમાં પાણીની આવક 143.88 ક્યુસેક

ગુજરાતમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ડેમોમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે. ભારે વરસાદના પગલે નદીનાળા છલકાયા છે. ગીર જંગલમાં આવેલ કમલેશ્વર (હિરણ-૧) ડેમ ૧૦૦% છલોછલ ભરાયો છે. કમલેશ્વર નેશ, જીયાનેશ, ચિત્રાવડ, ચિત્રોડ, ગિદરીયા, ખીરધાર, બોરવાવ,રમરેચી, સાંગોદ્રા, ઘૂંસિયા, તાલાલાને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે.

  • Follow us on: