આજે રાજ્યમાં સાર્વત્રિક ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જેમાં નર્મદા અને તાપી જિલ્લામાં વરસાદને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો અન્ય જિલ્લામાં વરસાદને લઈ યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, રાજયમાં વરસાદની 2 સિસ્ટમ સક્રિય થઈ હોવાની વાત સામે આવી છે, ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


[[$googlead]]

જાણો વરસાદને લઈ કયાં કરાઈ આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો નર્મદા, તાપીમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, બીજી તરફ છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, અમરેલી, દીવ, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

અન્ય તમામ જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી

વેલ માર્ક લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને રાજયમાં મોન્સૂન ટ્રફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે, કેટલાક જિલ્લામા ભારે વરસાદ વરસવાની પણ શકયતાઓ સેવાઈ રહી છે, વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસવાની શકયતા રહેલી છે, તો આ આગાહી 7 સપ્ટેમ્બર સુધીની છે જેમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

[[$alsoread]]

ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી

હવામાન વિભાગના દ્વારા આગામી સપ્તાહ દરમિયાન રાજ્યના કેટલાંક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ તથા આગામી તા. ૪ થી ૭ સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. NDRF અને SDRFના અધિકારીઓના જણાવ્યા મુજબ, ચોમાસા દરમિયાન ઉપસ્થિત થતી કોઇપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા NDRFની કુલ ૧૨ ટીમ અને SDRFની ૨૦ ટીમ અલગ-અલગ જિલ્લાઓ ખાતે ડીપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની એક ટીમ રીઝર્વ પણ રાખવામાં આવી છે.


  • Follow us on: