ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. જૂનના મધ્યસપ્તાહથી રાજ્યમાં અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદનું જોર જોવા મળ્યું. ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે અને ધોધમાર વરસાદના કારણે હાઈવે અને કોઝવે તૂટયા. તો કેટલાક ગામો સંપર્ક વિહોણા થયા છે. સમગ્ર સ્થિતિ પર તંત્ર નજર રાખી રહ્યું છે. ચોમાસાના પહેલા જ વરસાદમાં રાજ્યના અનેક જળાશયોના સ્તરમાં સામાન્ય કરતા વધુ વધારો થયો છે. દરમિયાન આજે ભારે વરસાદને પગલે રાજ્યના 14 જળાશય હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.


[[$googlead]]

સરેરાશ 14.68 ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 14.68 ટકા વરસાદ નોંધાયો. સિઝનના 15 ટકા વરસાદમાં જ જળાશયોના જળસ્તરમાં વધારો થતા 14 જળાશય હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જેમાં 10 જળાશય એલર્ટ પર અને 10 વોર્નિંગ પર રખાયા છે. ચોમાસાની પહેલી સિઝનના વરસાદમાં રાજ્યમાં 8 જળાશયમાં 100% ટકા પાણીની આવક થઈ છે. હવે જો ભારે વરસાદ આવે તો આ જળાશયોનું જળસ્તર વધુ જોખમી બની શકે છે. તેને લઈને NDRFની 13, SDRFની 20 ટીમ તૈનાત કરવામાં આવી છે. વરસાદી પાણી ભરાતા હાલ 59 જેટલા રસ્તાઓ બંધ છે જ્યારે 3 સ્ટેટ હાઈવે અને 51 પંચાયત હસ્તકના રોડ બંધ છે.

[[$alsoread]]

રાજ્યમાં મેઘો મુશળધાર

રાજયમાં આજે ભારે વરસાદને પગલે અનેક સ્થળાનો પર ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. ત્યારે આજે અનેક સ્થાનો પર વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો. સૌરાષ્ટ્રમાં અમરેલીમાં સવારે વરસાદ જોવા મળ્યો. તો મધ્ય ગુજરાતમાં છોટાઉદેપુર અને દાહોદમાં વરસાદ ખાબક્યો.. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરતના ગ્રામ્ય વિસ્તારોને મેઘરાજાએ તરબોળ કર્યા.. મધ્ય ગુજરાતમાં ગઈકાલ સાંજથી વરસાદી માહોલ જામ્યો છે. અનેક ડેમમાં દરવાજા ખોલવા પડ્યા છે તો નદી નાળા છલકાઈ ઉઠ્યા છે. આ વખતે મેઘરાજાએ લગભગ તમામ જિલ્લાઓમાં શરૂઆતથી જ મેઘમહેર વરસાવી છે. જો કે સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. 

  • Follow us on: