ગુજરાતમાં ગણેશોત્સવની જોરશોરથી ઉજવણી થઈ રહી છે. તહેવારની ઉજવણીની મેઘરાજા મજા બગાડશે. આગામી દિવસોમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ફરી ચોમાસાની સિઝનનો વરસાદી માહોલ જામ્યો છે. અને બીજી બાજુ ઘરોમાં અને સોસાયટીમાં ભગવાન ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે. ત્યારે વરસાદી વાતાવરણે લોકોના રંગમાં ભંગ પાડ્યો છે.


હવામાન વિભાગની આગાહી, ફંકાશે પવન

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ જોવા મળશે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે LC-3 સિગ્નલ લગાવામાં આવ્યું. 7 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં મધ્યમ વરસાદ જોવા મળશે. હવામાન વિભાગે આજે સુરત, તાપી, નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું. જ્યારે પંચમહાલ, અરવલ્લી, ખેડા, મહીસાગર, ભરૂચ, નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું. અને છોટાઉદેપુર, દાહોદ, ભાવનગર, ડાંગ, ગાંધીનગર, આણંદ, વડોદરામાં વરસાદનું યલો એલર્ટ જારી કર્યું.

રાજ્યમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 85 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જેને પગલે રાજ્યના જળાશયો છલકાવા લાગ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ, ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતો ધરોઈ ડેમ છલકાતા ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી છે. ફરી રાજયામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી. ત્યારે બીજી બાજુ 10 દિવસ ચાલતા ગણેશોત્સવમાં વરસાદ મજા બગાડી રહ્યો છે. આ દિવસોમાં શ્રદ્ધાળુઓ ગુજરાતના પ્રખ્યાત ગણેશ મંદિરની મુલાકાત લેતા હોય છે. પરંતુ વરસાદી વાતાવરણને કારણે ભક્તો ઘરે બેઠા બાપ્પાના દર્શન કરી સંતોષ માને છે.


  • Follow us on: