સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 71 તાલુકામાં વરસાદ નોધાયો છે, તો આગામી સમયમાં પણ હજી વરસાદ ખાબકી શકે છે અને ખેડૂતોના પાકને નુકસાન પહોંચી શકે છે.
આ જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો ખેડા, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, અરવલ્લી, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં 24 કલાકમાં 71 તાલુકાઓમાં વરસાદ
સૌથી વધુ નવસારીમાં 6.18 ઈંચ વરસાદ, વલસાડના ઉમરગામમાં 3.66 ઈંચ વરસાદ, સુત્રાપાડામાં 3.54, ખેરગામમાં 2.87 ઈંચ વરસાદ, જલાલપોરમાં 2.72, કપરાડામાં 2.36 ઈંચ વરસાદ, પાટણવેરાવળમાં 2.32, ડાંગ-આહવામાં 2.2 ઈંચ, વલસાડમાં 2.2 ઈંચ, ચીખલીમાં 1.97 ઈંચ વરસાદ, કામરેજમાં 1.97 ઈંચ, સુરત સિટીમાં 1.93 ઈંચ વરસાદ, પારડીમાં 1.89 ઈંચ, પલસાણામાં 1.61 ઈંચ વરસાદ, સુરતના મહુવામાં 1.57 ઈંચ, ડોલવણમાં 1.38 ઈંચ વરસાદ નોંધાયો છે.
ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાતી તોફાનની ચેતવણી
IMD એ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સક્રિય ચક્રવાતી તોફાનની પ્રવૃત્તિ જોઈ છે, જેના કારણે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાતી તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે, IMD ભુવનેશ્વરના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે 26 ઓક્ટોબર સુધીમાં બંગાળની ખાડીમાં એક તીવ્ર ચક્રવાતી વાવાઝોડું બનવાની ધારણા છે, જે વધુ તીવ્ર બનશે અને 28 ઓક્ટોબરની સાંજે કે રાત્રે માછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીક આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લેન્ડફોલ કરશે.
માછીમારોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે
પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર રચાયેલ આ ડિપ્રેશન ૧૨ કિમી/કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. તે ગોવાથી આશરે ૪૫૦ કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ અને મુંબઈથી ૪૩૦ કિમી દક્ષિણપશ્ચિમમાં સ્થિત છે. IMD અનુસાર, આગામી 24 કલાકમાં આ ડિપ્રેશન વધુ તીવ્ર બનશે, પરંતુ ભારતીય દરિયાકાંઠા પર આ સમયે તેની કોઈ મોટી અસર થશે નહીં. જોકે, દરિયામાં ઊંચા મોજા ઉછળવાની શક્યતાને ધ્યાનમાં રાખીને, માછીમારોને દરિયામાં ન જવાની કડક સલાહ આપવામાં આવી છે.









