ગુજરાતમાં 27 થી 29 સપ્ટેબર સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે, બીજી તરફ ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, રાજસ્થાન અને કચ્છમાં ચોમાસાએ વિદાય લીધી છે અને ગુજરાતમાં હજી પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.


[[$googlead]]

માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, બીજી તરફ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, 28 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ખેડા, પંચમહાલ, દાહોદ,આણંદ, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, છોટાઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ભરૂચ, નર્મદા, તાપીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, ડાંગ, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

[[$alsoread]]

ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થશે

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. બે દિવસ બાદ ઉત્તર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થશે. રાજ્યમાં આજની તારીખ સુધીમાં 110.58 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમા કચ્છમાં 135.95, ઉત્તર ગુજરાતમાં 119.27, મધ્ય પૂર્વ ગુજરાતમાં 113.23, સૌરાષ્ટ્રમાં 95.46 અને દક્ષિણ ગુજરાતમાં 115.33 ટકા વરસાદ ખાબક્યો છે.ગઈકાલે પ્રથમ નોરતે અમરેલી, ધોરાજી, ભાવનગરના મહુવા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.

 

  • Follow us on: