ગુજરાતમાં ભારે વરસાદને કારણે જળાશયો ઓવરફ્લો થયાં છે. આ ઉપરાંત ઉપરવાસમાંથી ધરોઈ ડેમમાં આવેલા પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતા નદી બે કાંઠે વહેતી થઈ છે. અમદાવાદમાં સાબરમતી નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. ત્યારે સાબરમતી નદીમાં જીવના જોખમે માછીમારી કરતા માછીમારો નજરે પડ્યાં છે. નદી કાંઠે જવા પર પ્રતિબંધ હોવા છતાં માછીમારી કરતાં લોકો નજરે પડ્યાં છે. આ ઉપરાંત નદી કાંઠેથી રેતી ખનનની સામગ્રી પણ જોવા મળી છે.


નદીમાં જીવના જોખમે માછીમારી કરતા માછીમારો

સાબરમતી નદીમાં ઉપરવાસમાંથી પાણી આવતા નદીમાં પુર જેવી સ્થિતિ જોવા મળી છે. સાબરકાંઠામાં દેરોલ ગામ પાસેનો સાબરમતી નદી પરનો પુલ જોખમી હાલતમા હોવાથી બંધ કરવામાં આવ્યો છે. જર્જરિત હોવાથી આ બ્રિજને સલામતીના ભાગરૂપે બંધ કરાયો છે. સાબરમતી નદીમાં ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. નદી કાંઠે નહીં જવાની અપીલ કરવામાં આવી હોવા છતાં કેટલાક માછીમારો માછી મારી કરતાં નજરે પડ્યા છે.

સલામતીના ભાગરુપે બ્રિજને બંધ કરવામાં આવ્યો

સાબરમતીમાં જળસ્તર વધતાં મહેસાણા વિજાપુર હિંમતનગર સ્ટેટ હાઈવે પરનો પુલ બંધ કરાયો છે. આ દરમિયાન દેરોલ નજીકથી પસાર થતી સાબરમતી નદીમાં જીવના જોખમે માછીમારી થઈ રહી છે. સાબરકાંઠા મહેસાણા જિલ્લાના તંત્ર દ્વારા નદી કિનારે ન જવા અપીલ કરાઈ છે .ધરોઈ ડેમમાંથી 32 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે . નદીમા પાણીની આવક વધતાં બ્રિજ બંધ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. નદી કાંઠે રેતી ખનનની સામગ્રી પણ જોવા મળી છે.


  • Follow us on: