સાબરકાંઠામાં ફસાયેલા 9 લોકોનું રેસ્ક્યુ કરાયું છે, ખેડબ્રહ્માના સૂકાઆંબા નદીમાં 9 લોકો ફસાયા હતા અને NDRFની ટીમ દ્વારા તમામ 9 લોકોનું રેસ્ક્યુ કરાયું છે, 12 કલાકથી વધુના સમય બાદ તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, રાત્રે પાણીનો પ્રવાહ વધતા રેસ્ક્યુમાં મુશ્કેલી પડી હતી પરંતુ સવાર પડતાની સાથે જ તમામ લોકોને બોટમાં બેસાડી રેસક્યુ કરવામાં આવ્યું છે, સાબરમતી નદીમાં પાણી છોડાતા પૂરની સ્થિતિ સર્જાઈ છે, રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી પાણી છોડાયું છે.


[[$googlead]]

સાબરકાંઠાની સાબરમતી નદીમાં 9 લોકો ફસાયા હતા

ખેડબ્રહ્માના સૂકાઆંબા ગામની સીમમાં આવેલી નદીમાં 9 લોકો ફસાયા હતા, 4 પુરુષ અને 5 મહિલાઓ ફસાતા તંત્ર હરકતમાં આવ્યું હતુ અને 12 કલાકથી વધુનો સમય થયો અને રેસ્કયુ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. રાત્રે પાણીનો પ્રવાહ વધુ હોવાથી રેસ્ક્યુમાં આવતી હતી અડચણ, તો બીજી તરફ કલેકટર, SP, પ્રાંત સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી, રાજસ્થાનના ઢેબર સરોવરના 10 દરવાજા ખોલાતા સાબરમતી નદીમાં ઘોડાપૂર આવ્યું હતુ અને સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા ફસાયા હતા 9 લોકો.

બનાસકાંઠાના દાંતાના મંડાલી પાસે સાબરમતી નદીમાં ફસાયેલા 8 વ્યક્તિઓનું SDRF દ્વારા સફળ રેસ્ક્યુ કરાયું

ગત ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદને પગલે સાબરમતી, બનાસ સહિતની નદીઓમાં પાણીની આવક થઈ છે. બનાસકાંઠાના દાંતાના મંડાલી પાસે સાબરમતી નદીમાં ફસાયેલા ૮ વ્યક્તિઓનું SDRFની ટીમે રેસ્ક્યુ કરી સહી સલામત બચાવી લેવામાં આવ્યા છે. દાંતા મામલતદાર કચેરીનો સ્ટાફ તેમજ SDRFની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ પૂર્ણ કર્યું હતું. SDRFના જવાનોની બહાદુરી ભરી કામગીરીથી તમામ ૮ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. વરસાદને પગલે બનાસકાંઠા વહીવટી તંત્રએ લોકોને બિનજરૂરી નદી, નાળા, કોઝવે અને નીચાણવાળા વિસ્તારોમાં ના જવા અનુરોધ કર્યો છે.  

[[$alsoread]]

  • Follow us on: