સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને રાધીવાડ, ગુંદેલ, મધુનગર કંપામાં ધોધમાર વરસાદ ખાબકયો હોવાની વાત સામે આવી છે, 5 ઇંચ વરસાદથી તમામ ખેતરો બેટમાં ફેરવાયા છે અને રાધીવાડમાં સહકારી મંડળીમાં પાણી ઘૂસ્યા હોવાની વાત સામે આવી છે, રાધિવાડ-ગુંદેલ રોડ પર પાણી ભરાતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

[[$googlead]]

સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદ
ખેડબ્રહ્મા તાલુકાના રાધીવાડ, ગુંદેલ, મધુનગરકંપા, સાવજીપૂર વગેરે સ્થળે સવારે મૂશળધાર વરસાદ થયો હતો જેના કારણે નીચાણવાળા વિસ્કતારમાં પાણી ભરાયા છે, 5 ઈંચ વરસાદ થવાના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે તો ભારે વરસાદના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે અને અમુક રોડ પણ બંધ કરવામાં આવ્યા છે, ખેડૂતોના તૈયાર થયેલા પાક પર પણ પાણી ફરી વળ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે, દર વરસાદમાં આજ રીતે પાણી ભરાઈ જાય છે.

ઉત્તર ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી
કચ્છ અને મોરબીમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, દરિયાઈકાંઠે પવનની ગતિ વધુ રહેશે જેના કારણે માછીમારોને બે દિવસ દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ રાજસ્થાન તરફથી મોન્સૂન ટ્રફ પસાર થતા પડશે ભારે વરસાદ. આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. આજે સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર આ 3 જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. જ્યારે આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • Follow us on: