ગુજરાતમાં ભારે વરસાદને કારણે જનજીવનને અસર પહોંચી છે. રોડ અને રસ્તા પણ પાણી ભરાઈ જવાને કારણ વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદની સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરકાંઠા કલેક્ટર સાથે ટેલિફોનિક વાત કરી હતી. લોકોને નીચાણવાળા વિસ્તારોમાં નહીં જવા માટે અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે નદીઓ છલકાઈ ગઈ છે.


[[$googlead]]

પોશીનામાં છેલ્લા 24 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો

સાબરકાંઠાના ખેરોજ નજીક સાબરમતી નદી ગાંડીતૂર બની છે. બ્રિજ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ઢેબર સરોવરના 10 દરવાજા ખોલાતા પાણીની આવક વધી છે. સતત પાણી છોડવામાં આવતા સાબરમતી નદી ભયજનક સપાટી પર વહેતી થઈ છે. સ્થાનિકો અને પર્યટકોને નદી કિનારે નહીં જવા અપીલ કરવામાં આવી છે. પોશીનામાં છેલ્લા 24 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયાં છે. નદી નાળામાં પાણીની આવક વધી છે. ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે.

વિજયનગરમાં ફસાયેલા લોકોનુ રેસ્ક્યૂ કરવામાં આવ્યું

બીજી તરફ સાબરકાંઠાના વિજયનગરમાં ફસાયેલા લોકોનુ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. પોલીસે સાત લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. પોળો ફોરેસ્ટમાં ફરવા માટે ગયેલા લોકો ફસાઈ ગયા હતાં. વણજ ડેમમાંથી પાણી છોડવામાં આવતા લોકો ફસાઈ ગયા હતાં. સાબરકાંઠામાં ભારે વરસાદ અને ઉપરવાસમાંથી પાણી છોડવાને કારણે સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. ખેરોજ બ્રિજ પરથી સાબરમતી નદી ભયજનક સ્થિતિમાં જોવા મળી હતી. નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.

[[$alsoread]]


  • Follow us on: