જંબુસરમાં ખેતરોમાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે. ઢાઢર નદીના પાણી ઉભા પાકમાં ફરી વળતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવે તાવું લાગી રહ્યું છે. ઢાઢર નદીની જળસપાટી 100.5 ફૂટે પહોંચી છે. ઢાઢર નદીની ભયનજક સપાટી 101 ફૂટ છે. નદીની સપાટીમાં વધારો થતા લોકોની ચિંતા વધારી છે.

ખેતરોમાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા

ઢાઢર નદીના પાણી ખેતરોમાં પહોંચી જતા ખેડૂતોમા ચિંતા જોવા મળી રહી છે. જંબુસર આમોદ વચ્ચે વહેતી ઢાઢર નદીની સપાટી 100.5 પર પહોંચી છે. ઢાઢર નદી 101 ની ભયજનક સપાટી હાલ લેવલ ભયજનક સપાટીની નજીક વહી રહી છે. નદીની સપાટીમાં સતત વધારો થતા તંત્રમા ચિંતાનો વિષય બની છે. કપાસ, તુવેર, કેરના પાકમાં પાણી ભરાયા છે. નદીમાં જો ઉપરવાસમાંથી હવે પાણી છોડવામાં આવે તો પૂરની સ્થિતિનું નિર્માણ ઉભું થવાની ભિતિ દેખાય રહી છે.

ઢાઢર નદીની સપાટી 100.5 પર પહોંચી 

ઢાઢર નદી કિનારે આવેલા ગામમોમાં ચિંતા જોવા મળી રહી છે. નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં સતત પાણીની આવક જોવા મળી છે. જો વધારે પ્રમાણમાં પાણી છોડવામાં આવશે તો આસપાસના ગામડાઓમાં પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ કરવામાં આવી રહી છે. હાલ ખેતરોમાં પાણી ભરતા ખેડૂતોને પોતાનો પાક નિષ્ફળ જવાની ચિંતા કરી રહ્યા છે.