ભરુચના જંબુસરમાં વરસાદી પાણી ભરાયા છે. ખાનપુર રોડ પર લીંબાજીની ચાલીમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અંદાજીત 35 જેટલાં મકાનોમાં પાણી ભરાયા છે. આ વિસ્તારમાં વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યા છે. તંત્ર સમસ્યાનો ઉકેલ લાવે તેવી સ્થાનિકોની માગ કરી રહ્યા છે. જંબુસરમાં ભારે વરસાદ બાદ ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
જંબુસરમાં વરસાદી પાણી ભરાયા
જંબુસરના ગ્રામ્યમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાતા નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. મદાફર, કંનસાગર સહિત ખેતરોમાં પાણી ભરાયા છે.ભારે વરસાદથી છીદ્રા ગામે ભરાયા પાણી છે. ગામના 150થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાંથી રેસ્ક્યુ કરી ગામની શાળામાં તમામને ખસેડાયા છે.
ગામના 150થી વધુ લોકોનું સ્થળાંતર
ભરૂચમાં ભારે વરસાદથી ખેડૂતને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદથી ચાંદપુરા સહિત ગામોમાં ખેતરો તળાવ બન્યા છે. કપાસ, તુવેર જેવા પાકને નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે. જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે.